હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 12 સપ્ટેમ્બરે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. ભાજપની આ યાદીમાં પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત 40 નામ સામેલ છે. રાજ્યમાં વિધાનસભાની 90 બેઠકો છે. કોઈપણ રાજકીય પક્ષને સરકાર બનાવવા માટે 46 ધારાસભ્યોની જરૂર પડશે. ત્યારે હરિયાણામાં અનેક પડકારોનો સામનો કરી રહેલી ભાજપે કેન્દ્રીય નેતૃત્વના દિગ્ગજ અને લોકપ્રિય નેતાઓને સ્ટાર પ્રચારકની યાદીમાં સામેલ કર્યા છે.