અમદાવાદમાં દસ્ક્રોઈના બાકરોલ સર્કલ પાસે આવેલા કેમિકલના એક ગોડાઉનમાંથી રૂપિયા 35 લાખનો વિદેશી દારૂ ઝડપાયો છે. ગોડાઉનમાંથી વિદેશી દારૂની 12434 બોટલ, ચાર વાહનો સાથે ત્રણ શખ્સની અમદાવાદ આરઆરસેલે ધરપકડ કરી છે. એક તરફ જ્યાં વિધાનસભામાં ગૃહરાજ્યમંત્રી દારુબંધીના કડક અમલની વાતો કરી રહ્યાં છે ત્યારે અમદાવાદ પાસેથી જ દારૂનો જંગી જથ્થો ઝડપાતા હલચલ પોલીસતંત્રમાં મચી છે.