ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી (gujarat byelection) યોજાવાની છે. ત્યારે ભાજપે 8 માંથી 7 બેઠક પર ઉમેદવારોની જાહેરાત કરી છે. એકમાત્ર લીંબડી બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત બાકી રાખી હતી. જોકે, લીંબડી બેઠક પર ભાજપે પૂર્વ ધારાસભ્ય કિરીટસિંહ રાણાને ટિકિટ આપી છે. ત્યારે કિરીટસિંહ રાણા 15 ઓક્ટોબરના રોજ ફોર્મ ભરશે. કિરીટસિંહ રાણા આ પહેલા 4 વાર ધારાસભ્ય બન્યા છે. તેઓ 1995-1997, 1998-2002, 2007-2012, 2013-2017 માં ધારાસભ્ય પદે રહ્યાં હતા. તો 1998-2002 અને 2007-2012 ની ટર્મમાં 2 વાર રાજયકક્ષાના મંત્રી પણ રહી ચૂક્યા છે.