ઓછી સંખ્યા ધરાવતી સરકારી પ્રાથમિક શાળાઓને બંધ કરવામાં આવશે. આ શાળાઓના વિદ્યાર્થીને નજીકની સરકારી શાળામાં ભેળવી દેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ધો.1 થી 5માં શાળાઓમાં વર્ગદીઠ સંખ્યા જો 30થી ઓછી હશે તો તેવી શાળાને અન્ય શાળામાં વિલીન કરવામાં આવશે. આવી જ રીતે ધો.6 અને 7માં જો વિદ્યાર્થીઓની સંખ્યા 17 કરતાં ઓછી હોય તો તેવી શાળાઓને પણ અન્ય શાળામાં મર્જ કરવામાં આવશે. જેમાં અમદાવાદ શહેરમાં આવેલી આવી પર પ્રાથમિક શાળાઓને નજીકમાં આવેલી ઉચ્ચતર માધ્યમિક શાળામાં મર્જ કરવાની પ્રક્રિયા હાથ ધરાશે.
આ એ સ્કુલોને લાગુ પડશે જેની સંખ્યા ના બરાબર છે. આ અંગે પ્રાથમિક શિક્ષણ નિયામક એમ. આઈ. જોશીએ જણાવ્યું હતું કે, 'અમારી પાસે જે વિગતો છે. તેનાં આધારે આ યાદી તૈયાર થઈ રહી છે, પરંતુ આ બાબતમાં એ ખ્યાલ રાખવામાં આવશે કે કોઈ સ્કૂલમાં માત્ર પાંચ બાળકો પણ અભ્યાસ કરતાં હશે અને અન્ય સ્કૂલમાં ભણવા જવામાં બાળકોને તકલીફ સર્જાતી હશે તો તેવી સ્કૂલોને ચાલું જ રાખવામાં આવશે. સર્વે પૂર્ણ થયાં બાદ સ્કૂલ મર્જ કરવી કે નહીં તે અંગે સરકાર નિર્ણય કરશે.