મ્યાનમારમાં ઉગ્રવાદી સંગઠન અકા મુલ મુજાહિદીને પોલિસ સ્ટેશન પર હુમલા કર્યા બાદ રોહિંગ્યા મુસ્લિમો સામે ભડકેલી હિંસાની આગ બાંગ્લાદેશ સુધી પહોંચી છે. સેના દ્વારા નરસંહારથી બચવા હજારો રોહિંગ્યા મુસ્લિમો બાંગ્લાદેશમાં પ્રવેશી ચૂક્યા છે. બાંગ્લાદેશમાં રોહિંગ્યા મુસ્લિમોના વિરોધનું એક કારણ તેની ભૌગોલિક સ્થિતિ પણ છે. મુસ્લિમ બહુલ દેશ બાંગ્લાદેશ એ હિંદુ બહુલ દેશ ભારત અને બૌદ્ધ બહુલ દેશ મ્યાનમાર વચ્ચે સેન્ડવીચની જેમ છે. એવો તર્ક પણ અપાય છે કે બાંગ્લાદેશમાં ગરીબીના કારણે મજબૂરીમાં લોકો ગેરકાયદે બીજા દેશમાં પલાયન કરે છે. સરકાર જ્યાં સુધી કોઈ નક્કર યોજના ન બનાવે ત્યાં સુધી બાંગ્લાદેશે 1.4 મિલિયન શરણાર્થીઓનું ભરણ-પોષણ કરવું રહ્યું.