દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતનાં વિસ્તારોના મોસમમાં બદલાવ આવ્યો છે. દિલ્હી સાથે જોડાયેલા કેટલાક વિસ્તારોમાં આછો વરસાદ પડ્યો હતો જ્યારે પૂર્વી ઉત્તર પ્રદેશનાં ઘણાં જિલ્લાઓમાં વરસાદ સાથે કરા પણ પડ્યા હતા. જોકે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગરમ હવાઓ વધશે અને ગરમીનો પારો પણ વધી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દિલ્હી-NCR, પૂર્વી ઉત્તર પ્રદેશ, ઉત્તર રાજસ્થાન, પંજાબ, હરિયાણા સહિત ઘણાં વિસ્તારોમાં બપોર પછી ધૂળ સાથે વાવાઝોડું આવ્યું હતું, જે પછી થોડો વરસાદ પણ પડ્યો હતો. પૂર્વી ઉત્તર પ્રદેશ અને બિહારમાં વરસાદની સાથે કરા પડ્યા હતા. આ ઉપરાંત ઝારખંડ, ઓડિશા, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, અસમ, મેઘાલય અને નાગાલેન્ડમાં પણ વાવાઝોડાની સાથે વરસાદ પડ્યો હતો.