આજે સવારથી જ અમદાવાદ સહિત રાજ્યનાં અનેક શહેરોમાં વાતાવરણનો પલટો દેખાઇ રહ્યો છે. ઉત્તર અફઘાનિસ્તાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે અપર એર સાયક્લોનિક સરક્યુલેશનનાં કારણે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત સહિત અમદાવાદમાં 24થી 48 કલાક દરમિયાન માવઠાની શક્યતાઓ હવામાન વિભાગે દર્શાવી છે. દેશમાં પણ ખાસ કરીને હિમાલિયન અને ઉત્તર પશ્ચિમી રાજ્યો તેમજ રાજસ્થાન સહિતના વિસ્તારોમાં વરસાદની શકયતા હવામાન વિભાગે દર્શાવી હતી.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ સિસ્ટમની અસરને કારણે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની શકયતા વધારે છે. મહત્વનું છે કે, સૌ પ્રથમ કચ્છમાં વરસાદી માહોલ સર્જાયા બાદ બપોર પછી રાજ્યનાં અન્ય વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.