કોરોના વાયરસના કારણે હાલમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકડાઉન છે. આવી પરિસ્થિતિમાં વેપાર-ધંધા ઠપ થઈ ગયા છે. ત્યારે સામાન્ય માણસના હિતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના વીજ વપરાશકારોને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જે મુજબ, માર્ચ અને એપ્રિલ મહિનાના બિલ 15 મે સુધી ભરી શકાશે. 15 મે સુધી બિલ ભરાશે ત્યાં સુધી વીજ જોડાણ નહીં કપાય. ઉદ્યોગકારો, દુકાનદારો, વેપારીઓને પણ રાહત અપાઈ છે. સાથે જ એપ્રિલ મહિનાના બિલમાં માત્ર વપરાશનુ બિલ લેવામાં આવશે. મિનિમમ બિલ લેવામાં નહીં આવે.