આપણને સૌને જીવનને નવા રંગ-રૂપ આપવા મળતી તક મહત્વની છે. સૂર્યનું તેજ અણનમ છે, ગમે તેવા વંટોળ આવે છતાં સૂર્યનું તેજ ઝાખું થતું નથી, આપણે સૌએ યુવાનીમાં જીવનને ઉમંગના રંગથી રંગવું જોઈએ. સમય તો સોના-મહોર છે. જીવનમાં જ્યારે શું કરવું તેની સાચી સમજણ આવે છે ત્યારે ખૂબ ખુશી અનુભવાય છે. યુવાનો સાહસ કરવાની તૈયારી દેખાડે છે પરંતુ ધંધાની શરૂઆત કર્યા પછી ખોટ થાય ત્યારે ઘોર નિરાશામાં ડૂબી જાય છે. જીવન તો સંજોગોને આધીન છે માટે ધંધામાં નિષ્ફળતા મળે તો ડરવાની જરૂર નથી.જીવન માં ઘણીવાર નિષ્ફળતા પણ જરૂરી છે કારણ કે નિષ્ફળતા જીવનના સર્જન માટેનું પગથીયું છે.
જે યુવાનો એ જીવનમાં એવું નક્કી કરી રાખ્યું હોય કે અમારે મોટા થઈ બિઝનેશમેન બનવું છે, મોટા પાયે ધંધો કરવો છે. તે યુવાનોએ યાદ રાખવું જોઈએ કે ધંધામાં સો ટકા જોખમ હોય છે, જો હૃદયમાં આત્મવિશ્વાસનો મોટો ભંડાર હોય તો ઘણું બધું શક્ય બનાવી શકાય છે, વ્યવસાય એક જુગાર છે. ધંધા જેવી આંટી ઘુંટીવાળી બીજી રમત નથી ! ધંધામાં ગમે એવા પાવરફૂલ કે બુદ્ધિશાળી લોકો પણ ખોટ કરતા હોય છે પરંતુ એ લોકો નિષ્ફળતા પચાવીને ફરી બેઠા થઇ જતા હોય છે. નિષ્ફળતા પચાવતા આવડે તેમને બધું પચાવતા આવડે...
લેખક જ્યોર્જ બર્નાર્ડ શો એ લખ્યું છે કે ‘‘હું મૃત્યુ પામું તે પહેલાં મારે મારી જાતનો પૂરેપૂરો ઉપયોગ કરી લેવો છે. હું જેટલું વધુ કામ કરીશ એટલું વધારે જીવીશ મારે માટે જીવન ટૂંકી મીણબત્તી નથી. એક ભવ્ય મશાલ છે જે પળભર માટે મારા હાથમાં આવી છે મારે તેને ભવિષ્યની પ્રજાને સોંપી દેતાં પહેલાં શક્ય તેટલા તેજથી પ્રજ્વલિત કરવી છે.
યુવાનીમાં ધીરજ ધરીને કાર્ય કરવાથી સફળતાના સોપાન સર કરી શકાય છે. ધંધામાં સફળતા પાછળ પાગલ અને આખો દિવસ મથ્યા રહેવા કરતા કુશળતા સાથે કામ કરવાથી સફળ થઈ શકાય છે. જીવનમાં કોઈ પણ કાર્ય ખૂબ બુદ્ધિપૂર્વક વિચાર્યા વગર ણ કરવું જોઈએ એમ નહીં કરવાથી ભવિષ્યમાં પછતાવાનો વારો આવે છે.
સ્વામી વિવેકાનંદ પોતાના પ્રવચનમાં એક વખત કહ્યું છે -જરૂર છે મર્દોની, સાચા મર્દોની બીજું બધું તો મળી રહેશે પણ ખરેખર તો બળવાન દૃઢ, શ્રધ્ધાવાન અને નિષ્ઠાથી ઉભરાતા નવ યુવકોની જરૂર છે. ધંધામાં સાહસ કરવાની ખેવના સાથે સ્પર્ધા નહીં પરંતુ કંઈક નવું કરી છૂટવાની ખેવના હશે તો આપોઆપ સફળતા મળી રહેશે.
જીવન માત્ર એક નાનકડી ઓરડી નથી.
તે વિશાળ દુનિયાનો મહેલ છે.
જીવનરૂપી મહેલને શણગાર માટે
અંતરની ખોજ કરવી પડે છે.
લક્ષ વગરનું જીવનમાત્ર જીવન હોય છે,
તેમાં ચમક હોતી નથી,
કોઈ ઉમંગ હોતો નથી,
નવું કરવાનો જુસ્સો હોતો નથી.
યુવાનીમાં ધૈર્યવાન બની શકાય.
કપાળે હાથ દઈને બેસી રહેવાય નહીં,
ફૂટબોલના ખેલાડીને ગોલ કરવાનું લક્ષ હોય છે.
યુવાવયથી જીવનમાં કંઈક નવું કરવાનું વિચારી રાખજો,
વિચાર ક્રાંતિ છે.
જીવનને કાટ લાગતા વાર થતી નથી.
સાહસ કર્યા પછી સફળતા ઘણી મુશ્કેલીથી મળે છે.
જીવન પાસે અપેક્ષા રાખી શકાય.
આત્માનો અવાજ સાંભળીને મનગમતા ક્ષેત્રમાં જીવન વિસ્તારીએ
ભારતની સૌથી મોટી, જાણીતી વેબસાઈટ કંપની ‘નોકરી.કોમ’ વિશે ઘણા બધા યુવાનોએ સાંભળ્યું હશે. ‘નોકરી.કોમ’ નામની વેબસાઈટની સ્થાપના સંજીવ બિખચંદાનીએ કરી છે. એમને એની પાછળ કેટલી મહેનત કરી છે? છતાં એમને કેટલી નિષ્ફળતા મળી છે? તેના વિશે જાણીને યુવાનોને શીખ લેવી જોઈએ.
સંજીવ બિખચંદાનીનો ઉછેર દિલ્હીમાં થયો. તેમને પિતા સરકારી ડૉક્ટર હતા તથા મમ્મી ઘરનું કામ સંભાળતા હતા એમના કુટુંબમાં કોઈ પાસે ધંધા વિશે કલાકારી કે જાણકારી ન હતી. સંજીવ બિખચંદાનીએ નાનપણથી નક્કી કરી રાખ્યું હતું કે મારો પોતાનો ધંધો ઉભો કરવો છે. હું મારી પોતાની કંપની બનાવીશ, સંજીવ બિખચંદાનીએ ગ્લેક્સો સ્મિથ ક્લાઈન કંપનીમાં નોકરી કરીને પછી થોડો સમય બાદ નોકરી છોડી દીધી. ત્યાર બાદ તેઓએ ઈન્ડમાર્ક અને ઈન્ફોએજ ઈડિયાર્ક કંપની ફાર્માસ્યુટિલ ટ્રેડમાં કરતી અને ઈન્ફોએજમાં પગાર અંગેનાં સર્વે અને રિપોર્ટ્સ બનાવી કંપનીમાં કામ કરવાની શરુઆત કરી હતી. આ કાર્ય કરવામાં સંજીવ બિખચંદાનીને ખૂબ જ આનંદ મળતો. એકવાર ભારત સરકારે આખા દિલ્હીમાં ગમે તે મળી શકે તેવી સગવડ સરકારે આપવાની ચાલુ કરી હતી. આ માટે સરકારે ઘણી બધી ખાનગી પાર્ટી આમંત્રિતને કરી હતી. ખાનગી પાર્ટીઓ માહિતી ભેગી કરે, વ્યવસ્થિત ડેટા બનાવે અને તેમાં ખાનગી પાર્ટી અને સરકારની ભાગીદારી સંજીવ બિનખચંદાનીએ અને તેની ટીમ ખૂબ મહેતન કરીને ડેટા ભેગા કર્યા પછી આખો પ્રોજેક્ટ જ પડતો મૂકાયો. ખૂબ જ મહેનત કરી હોવા છતાં બિખચંદાનીએ કોઈ અફસોસ કર્યા વગર મહેનત કરવાની ચાલુ રાખી.
વર્ષ 1993ની આસપાસ ધંધાની ભાગીદારી અલગ કરી નાખી. એવા સમયમાં નાનું મોટું કામ કરીને દિવસો કાઢતા હતા. રિપોર્ટ્સ બનાવવાનું, ડેટાબેઝનું તથા વિવિધ માર્કેટનું સર્વે કરીને ખર્ચાપાણી નીકાળી નાખતા. સંજીવ બિખચંદાનીએ દિલ્હીનાં પ્રગતિ મેદાનમાં ‘આઈ.ટી.એશિયા’ના મેળામાં w.w.w. નામમાં સ્ટોલ જોયો. અહીં ઈન્ટરનેટ વિશે ઘણું બધું પૂછી લીધું મોટા ભાઈ અમેરિકામાં રહેતા હતા. ત્યાંથી સર્વર મોકલ્યું. એ સમયમાં જીવનના થોડાં દુઃખ ભર્યા દિવસો ચાલુ થયા. ભારતમાં ખુબ જ મંદી આવી. સંજીવ બિખચંદાનીએ મિત્ર અનિલ સાથે ભેગા મળીને વેબસાઈટ બનાવવાનું નક્કી કર્યું પછી થોડાં દિવસો પછી એક હજાર નોકરીઓનું લિસ્ટ બનાવ્યું. વર્ષ 1997માં ‘નોકરી.કોમ’ નામની વેબસાઈટની શરૂઆત કરી, જીવનનું નવું સર્જન કર્યું. તેઓ કોઈ દિવસ નિષ્ક્રિય બેસી રહ્યા નહીં. સંજીવ બિખચંદાનીએ જીવનને સર્જનાત્મકતાના સેતુથી આગળ વધાર્યું હતું. તેઓએ આત્મવિશ્વાસના મેઘધનુષને આકાર આપ્યો હતો એટલે બધુ શક્ય બન્યું હતું. નોકરી.કોમ વેબસાઈટ ચાલું કરી તેમાંથી તેમને ઢગલો કમાણી થવા લાગી હતી.
જીવન ચક્રમાં ફેરફાર થવાની સતત સંભાવના રહેતી હોય છે. ધંધામાં હોય કે પછી કોઈ પણ ક્ષેત્રમાં હોય જે માણસો પ્રયત્ન પડતો મૂકી દે છે તે ક્યારે સફળ થતા નથી. એક વખત સંજીવ બિખચંદાનીને એવો સમય આવ્યો કે એમની કંપની મહિને પચ્ચીસ લાખનું નુકસાન કરતી હતી. ધંધામાં સફળ થવા માટે જાત-જાતનાં પ્રેશર, ટેન્શન સાથે જીવનનો તાલમેલ કરતા શીખવું પડે શીખવું પડતું હોય છે. સંજીવ બિખચંદાનીએ ઈન્ટરનેટનાં ઉદ્યોગમાં ઘણી સફળતા મેળવી છે સાથે નિષ્ફળતા પણ મેળવી છે. છતાં જીવનમાં સફળ થવું છે એવી ધગશ સાથે કામને વળગી રહ્યાં છે. આધુનિક યુગમાં કોઈ યુવક-યુવતી ઈન્ટરનેટ વિષયથી બેખબર નહીં હોય. ધંધામાં સફળ થવું હોય તો કામને વળગી રહેવું પડે છે.
ધંધાનો અટપટો નિયમ નથી, પણ સરળ નિયમ છે. કોઈ પણ ધંધામાં માત્ર બે જ ઘટના બને છે નિષ્ફળતા અને સફળતા. બજારમાં કેવી માંગની જરૂર છે એવું જાણનારા ધંધામાં ઘણા બધા આગળ વધે છે. ધંધામાં ગ્રાહક ભગવાન હોય છે. જ્યારે ગ્રાહકની જરૂરિયાત શું છે એ જાણી લઈએ ત્યારે ધંધાની ગાડી પાટા પર ફટાફટ ચાલવા માંડે છે.
સફળ ઉદ્યોગપતિ બનવાના સપનાં સેવવા આસાન છે. પરંતુ ધંધામાં પણ એવું છે કે અહીં નિશ્ચિત કશું હોતું નથી. ધંધામાં સ્પિરિટ જોઈએ. તમે ગમે તેટલો પુરૂષાર્થ કરશો પરંતુ જો તમારામાં ધંધો કરવાની આવડત નહીં હોય તો બધુ શૂન્ય થઈને ઉભું રહેશે. આ દુનિયા પવનની જેમ દિશા બદલે છે માટે બધા સાથે તાલમેલનું નેટવર્ક જોડવું પડે. બધી રીતે ચોકસાઈથી કામ કરતા રહેવું પડે છે. જોખમ પણ ખેડવું પડે છે. સમયની કિંમત સમજતા રહેવું પડે છે. ક્યારેક પછડાટ ખાવાની તૈયારી તો રાખવી જ પડે છે. કેમ કે ધંધો ઉતાર-ચઢાવથી ભરેલો ખેલ છે.
જીવનમાં પ્રમાણિક માણસો પૂજાતા હોય છે. કેટલાક ડાઘ જલ્દી ભૂસાતા નથી. જીવનની સાચ્ચી સાર્થકતા પ્રમાણિકતા છે. પ્રમાણિકતામાં માણસાઈના બધા ગુણો આવી જાય છે. ધંધામાં પ્રામાણિકતા કેળવે તે લાંબા સમય સુધી ટકી રહે છે, માણસના હૃદય સુધી પહોંચવામાં સફળ થાય છે. ધંધામાં પવિત્રતા હોય એટલે માણસ ખુદ મંદિર જેવો બની જાય છે. પ્રમાણિકતા રાખશો તો માણસો વિશ્વાસ મૂકશે, તેનાથી બેવડો ફાયદો થશે અને બજારમાં પણ સારું માન રહેશે. ધંધા વિશે કેટલીક મહત્ત્વની વાત :
(1) જગતમાં આત્મા જેવી કોઈ સુંદર ચીજ નથી. ધંધામાં પ્રગતિ કરવી હોય તો અંતરઆત્માના અવાજ કોઈ દિવસ ઉલ્લંઘન કરશો નહીં. અંતરઆત્માનો અવાજ સંભાળીને વિચાર કરજો હવે કેવી રીતે કામ હાથમાં લેવાનું છે. એ વિચારવાની અને એ પ્રમાણે , કામ કરવાની કુશળતા તમને સફળતાના શિખરે પહોચાડી દેશે.
(2) ધંધો કરવાની ઈચ્છા હોય તો ખોટો સમય બગાડ્યા વગર જલ્દી શરૂઆત કરવી તેમાં સુખ સમાયેલું છે . એકવાર ધંધામાં પડ્યા પછી અથાગ મહેનત કરીને પાર પાડો.
(3) ધંધાનું ક્ષેત્ર પસંદ કરવામાં સતર્કતા જાળવતા જાતે શીખવાથી મોટો ફાયદો થતો હોય છે. મોટા ઉદ્યોગપતિ પાસેથી ક્યારેક સલાહ લેવાનું ચૂકતાં નહીં. છેલ્લો નિર્ણય તો તમારે જ કરવાનો છે.
(4) યુવાનીનાં દિવસો સાહસ કરવાની અથવા ધંધો કરવાની ઈચ્છા થતી હોય છે. કોલેજમાંથી સ્નાતક થયા પછી પાંચ-સાત વર્ષ કામ બીજી જગ્યાએ કરીને અનુભવના આધારે જીવનનું નિર્માણ કરી શકો છો.
એક કહેવત છે જેણે ધંધા રોજગારમાં કમાણી કરવી હોય તેણે પોતાની પત્નીની સલાહ પણ લેવી જોઈએ.