ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટ શહેર, જિલ્લામાં 54 મેડિકલ સ્ટોરના લાયસન્સ રદ કરાયા છે. પ્રિસ્ક્રિપ્શન વિના દવા વેચનાર મેડિકલ સ્ટોર સંચાલકો પર તવાઈ બોલાવવામાં આવી છે. ગેરરીતિ આચરનાર સંચાલકો સામે તંત્રએ મોટી કાર્યવાહી કરી છે. ગોંડલના હરસિધ્ધિ ફાર્મા, ક્રિષ્ના સર્જીટેક, લેજોરા ફોર્મ્યુલેશનના લાયસન્સ રદ કરાયા છે. તો નેપ્ચ્યુન ફાર્મા, સુરભી મેડિકલ સ્ટોર, પ્રગતિ મેડિકલ સ્ટોર સામે તવાઈ બોલાવવામાં આવી. નશીલી સીરપ વેચનાર 2 મેડિકલ સ્ટોર સંચાલકો સામે કડક પગલાં લેવામાં આવ્યા છે.