બેંકો બાદ સરકારી ક્ષેત્રની વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમ (LIC)ની એનપીએમાં પણ જંગી વધારો થયો છે. 2019-20માં એનપીએ 8.17 ટકાનો વધારો થયો છે. એક વર્ષ પહેલા આ આંકડો 6.15 ટકા હતો. સ્પષ્ટ છે કે માત્ર એક જ વર્ષમાં એલઆઈસીની એનપીએમાં 2 ટકાનો વધારો નોંધાયો છે.
એલઆઈસીની કુલ સંપત્તિ 31.96 લાખ કરોડની થઈ ગઈ છે જેમાં નાણાંકીય વર્ષ 2019ની તુલનામાં સામાન્ય વધારો થયો છે. ગયા વર્ષે એલઆઈસીની સંપત્તિ 31.1 લાખ કરોડ રૂપિયા હતી.
20 માર્ચે એલઆસીની એનપીએ 36,694.20 કરોડ રૂપિયા હતી જે ગયા વર્ષે 24,772.2 કરોડ રૂપિયા હતી. આ ઉપરાંત 30 સપ્ટેમ્બર, 2019 સુધી એલઆઈસીની એનપીએ વધીને 30,000 કરોડ સુધી પહોંચી ગઈ હતી.