દિલ્હીની મંત્રી પરિષદમાં મોટા ફેરફારમાં સામે આવ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આતિશીને નાણા અને મહેસૂલ વિભાગની જવાબદારી સોંપી છે. પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના જેલમાં ગયા બાદ કૈલાશ ગેહલોતને નાણા મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ હવે નાણા અને મહેસૂલ વિભાગની જવાબદારી પણ આતિશીને સોંપવામાં આવી છે. કેબિનેટ ફેરબદલ સંબંધિત ફાઇલ એલજી વિનય સક્સેનાને મોકલવામાં આવી હતી, જેને તેમણે મંજૂર કરી દીધી છે.