દિલ્હીના ઉપરાજ્યપાલ અને દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર વચ્ચે વધુ એક મુદ્દે વિવાદ શરૂ થયો છે. આમ આદમી પાર્ટીએ રાજકીય જાહેરાતો પાછળ ૯૭ કરોડ રૂપિયા ખર્ચ કર્યો હતો તેને પરત લેવા માટે ઉપરાજ્યપાલ વી કે સક્સેનાએ દિલ્હીના મુખ્ય સચિવને પત્ર લખ્યો છે. વર્ષ ૨૦૧૬માં આ જાહેરાતો આપવામાં આવી હોવાના અહેવાલો છે.
દિલ્હી મ્યૂનિ.ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભાજપના વર્ષોના શાસનનો અંત લાવીને સત્તા પોતાના હાથમાં લઇ લીધી તે બાદ પ્રથમ વખત ઉપરાજ્યપાલે આપ સરકાર સામે વધુ એક મુદ્દે પગલા લેવા આદેશ આપ્યો છે. દરમિયાન ભાજપે ઉપરાજ્યપાલના આ પગલાનું સ્વાગત કર્યું છે. ભાજપે કહ્યું છે કે આમ આદમી પાર્ટી પાસેથી ૪૦૦ કરોડ રૂપિયા વસુલવાના છે.