દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના આરોગ્યને લઈ આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) હંગામો કરી રહી છે. આપ નેતાઓએ દાવો કર્યો કે, જેલમાં બંધ કેજરીવાલને ઈન્સ્યુલિનનો ડોઝ આપવામાં આવી રહ્યો નથી, તેથી તેમના જીવને ખતરો છે. હવે આ મામલે દિલ્હીના એલજી વિનય કુમાર સક્સેના (LG Vinai Kumar Saxena)એ સત્તાવાર નિવેદન જાહેર કરી AAPની પોલ ખોલી છે.