જમ્મુ કાશ્મીરમાં ગમે ત્યારે વિધાનસભાની ચૂંટણી યોજાઇ શકે છે જેથી રાજ્યને નવી સરકાર મળશે, આ સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ હવેથી જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલને પણ દિલ્હીના ઉપરાજ્યપાલ જેટલી શક્તી આપવામાં આવી છે. હવેથી જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ આઇએએસ, આઇપીએસ અધિકારીઓની ટ્રાન્સફર સહિતના મોટાભાગના નિર્ણયો લઇ શકશે. ભવિષ્યમાં રાજ્યનો દરજ્જો પરત મળ્યા બાદ રાજ્ય સરકાર રચાય તો તેવી સ્થિતિમાં ઉપરાજ્યપાલની મંજૂરી વગર સરકાર કોઇ મોટા નિર્ણયો નહીં લઇ શકે. એટલે કે ઉપરાજ્યપાલની શક્તિ રાજ્ય સરકાર કરતા પણ વધુ હશે.