વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં અમેરિકાના પ્રવાસે છે. રવિવારે (22મી સપ્ટેમ્બર) તેમણે ન્યૂયોર્કના નાસાઉ કોલિઝિયમમાં એનઆરઆઈને સંબોધિત કર્યા હતા. લોંગ આઈલેન્ડના કોલિઝિયમમાં એનઆરઆઈને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન મોદીએ ભારતના વિકાસ વિશે માહિતી આપી હતી.
ભારતમાં વિકાસની વાત કરતાં પીએમ મોદીએ કહ્યું કે ભારત આજે અવસરોની ધરતી છે, હવે ભારત અવસરોની રાહ નથી જોતું. હવે ભારત અવસરનું નિર્માણ કરે છે. ભારત આજે જેટલું કનેક્ટેડ છે પહેલા નહોતું. પછી પીએ મોદીએ 5G માર્કેટ વિશે વાત કરતાં કહ્યું કે ... એક વાત કહું... ખોટું તો નહીં લાગે? આજે ભારતનું 5G માર્કેટ અમેરિકા કરતાં મોટું થઇ ગયું છે અને આ બધું બે વર્ષમાં જ થયું છે. હવે ભારત મેડ ઈન ઈન્ડિયા 6G પર કામ કરી રહ્યું છે.