ગુજરાતના અમરેલી જિલ્લામાંથી દીપડાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં અમરેલી સાવરકુંડલા મહુવા રોડ બાયપાસ નજીક દીપડાનું અકસ્માતે મોત નિજપ્યું હતું. બુધવારે (22 જાન્યુઆરી) મોડી રાત્રે અજાણ્યા વાહને દીપડાને અડફેટે લેતાં તેનું મોત નિપજ્યું હતું. દીપડાના મોતથી વન વિભાગ દોડતું થયું છે.