કોલવડા સ્થિત આયર્વેદ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓ માટે હોસ્પિટલની તૈયારી ચાલી રહી છે. ત્યારે કોલવડા (ગાંધીનગર) સ્થિત સ્ટેટ મોડેલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ આયુર્વેદિક સાયન્સ ખાતે સવારે દીપડો દેખાતાં દોડધામ મચી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, કોલવડા સરકારી હોસ્પિટલના કર્મચારી અરૂણાબેન સવારે નવ વાગ્યાના અરસામાં હોસ્પિટલમાં આવ્યા ત્યારે દિપડો હોસ્પિટલની લોબીમાં ફરતો હતો. તેમને જોઇને જ દિપડો અંદરની તરફ ઘુસી ગયો હતો અને બાથરૂમમાં જતાની સાથે જ અરૂણાબેને સમયસૂચકતા વાપરી બાથરૂમનો દરવાજો બંધ કરી દીધો હતો. દિપડો બાથરૂમમાં ફસાઇ ગયા બાદ અરૂણા બેને હોસ્પિટલના આચાર્ય સ્વીટી બેનને જાણ કરી હતી, ત્યાર બાદ વન વિભાગ અને પોલીસને જાણ કરતાં દિપડાને પકડવા માટે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને દિપડાને પાંજરે પૂર્યો હતો.