Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પ્રખ્યાત શાસ્ત્રીય ગાયિકા પ્રભા અત્રેનું 92 વર્ષની વયે નિધન થયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર શનિવારે સવારે પુણેમાં તેમને હાર્ટ એટેક આવ્યો હતો. પરિવારના સભ્યો તેમને તરત જ દીનાનાથ મંગેશકર હૉસ્પિટલ લઈ ગયા, પરંતુ રસ્તામાં જ તેમનું નિધન થઈ ગયું. થોડા દિવસો પછી, તેઓ મુંબઈમાં પરફોર્મ કરવા જવાના હતાં, 

જીવન અને શિક્ષણ
પ્રભા અત્રેનો જન્મ 13 સપ્ટેમ્બર, 1932ના રોજ પુણેમાં થયો હતો. તેમણે પ્રારંભિક શિક્ષણ ગાંધર્વ સંગીત મહાવિદ્યાલય માંથી મેળવ્યું, ત્યાર બાદ તેમણે સંગીતમાં ડોક્ટરેટની પદવી હાંસલ કરી ઉપરાંત પુણે યુનિવર્સિટીમાંથી વિજ્ઞાન અને કાયદામાં સ્નાતકની ડિગ્રી મેળવી. અત્રેને વિજય કરંદીકર, હીરાબાઈ બડોડેકર અને સુરેશબાબુ માને જેવા સંગીત દિગ્ગજો હેઠળ ગુરુ-શિષ્ય પરંપરામાં તાલીમ મેળવી હતી. પ્રભા અત્રેએ પોતાની કારકિર્દીની શરૂઆતમાં,ગાયક, સ્ટેજ કલાકાર તરીકે કામ કર્યું હતું અને મરાઠી થિયેટર ક્લાસિક જેમ કે - સાંશય-કલ્લોલ, માનાપમન, સૌભદ્રા અને વિદ્યાહરનમાં પરફોર્મ કર્યું હતું.

પ્રભા અત્રેને ઘણાં મોટાં સન્માનો અને પુરસ્કારોથી નવાજવામાં આવ્યાં હતાં.
ડૉ.પ્રભા અત્રેને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કારો જેવા કે, 1990 માં 'પદ્મશ્રી', 2002 માં 'પદ્મ ભૂષણ' અને જાન્યુઆરી 2022માં 'પદ્મ વિભૂષણ'થી નવાજવામાં આવ્યા હતા. તેમના પુરસ્કારોની લાંબી યાદીમાં સરકાર દ્વારા 'ભારત રત્ન', 'પંડિત ભીમસેન જોશી શાસ્ત્રીય સંગીત જીવન ગૌરવ પુરસ્કાર'નો સમાવેશ થાય છે.

આ ઉપરાંત મધ્ય પ્રદેશ સરકાર દ્વારા 'કાલિદાસ સન્માન પુરસ્કાર', ગુજરાત સરકાર દ્વારા 'તાનારીરી સંગીત સન્માન એવોર્ડ' સહિત કર્ણાટક સરકાર દ્વારા 'મલ્લિકાર્જુન મન્સૂર પુરસ્કાર'થી સન્માનિત થયેલાં હતાં. તેઓ 'સંગીત નાટક અકાદમી પુરસ્કાર' પણ જીતી ચૂક્યા છે. યુ.એસ.એ.ની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં એથનોમ્યુઝિકોલોજીમાં વપરાતી સંશોધન સામગ્રીનો અભ્યાસ કરવા માટે તેમને 'ઇન્ડો-અમેરિકન ફેલોશિપ' પણ મળી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ