આયુર્વેદમાં અનુસ્નાતક પદવીધારકોને સર્જરી કરવાની કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. હવે આયુર્વેદની અનુસ્નાતક ડિગ્રી ધરાવતા ડોક્ટરો વિવિધ પ્રકારની જનરલ સર્જરી, કાન-નાક-ગળા (ઇએનટી) સર્જરી, આંખની સર્જરી તથા દાંતની સર્જરી કરી શકશે. સરકારે જણાવ્યું છે કે આ માટે આયુર્વેદના અનુસ્નાતક પદવીધારકોને સર્જરીની તાલીમ આપવામાં આવશે. સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયન મેડિસિન દ્વારા ઇન્ડિયન મેડિસિન સેન્ટ્રલ કાઉન્સિલ (પોસ્ટ ગ્રેજ્યુએટ આયુર્વેદ એજ્યુકેશન) રેગ્યુલેશન્સ, ૨૦૧૬,માં સુધારો કરાયા બાદ આ નિર્ણય લેવાયો છે. આયુર્વેદના અનુસ્નાતક પદવીધારકો જનરલ સર્જરી કરી શકે તે માટે નિયમોમાં બદલાવ કરાયો છે.