મુંબઈના રાજકીય સંકટમાં હવે શિવસેના તથા બળવાખોરો વચ્ચે કાનૂની જંગના મંડાણ થયાં છે. શિવસેનાએ પક્ષની બેઠકમાં ગેરહાજર રહી વ્હીપનો અનાદર કરનારા ૧૬ બળવાખોરોને બરતરફ કરાવવા કાર્યવાહી શરુ કરી છે. જોકે, શિંદે ગૂ્રપે આ કાર્યવાહીને હસી કાઢતાં કહ્યું છે કે લઘુમતી જૂથ બહુમતી જૂથ સામે કોઈ કાર્યવાહી કરી શકે નહીં. આઘાડીમાંથી નીકળી જવાની શિવસેનાની ઓફરના બીજા દિવસે શરદ પવાર સહિત એનસીપીના ટોચના નેતાઓએ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથે બેઠક યોજી હતી. ં શિવસેનાએ પોતે તમામ કાનૂની પગલાં અપનાવવા ઉપરાંત રસ્તા પર ઉતરવા પણ તૈયાર હોવાની ચિમકી બળવાખોરોને આપી છે.