કેરળમાં રાજ્યપાલ અને વિદ્યાર્થી સંગઠનો સામસામે આવી ગયા હતા. ડાબેરી સંગઠન એસએફઆઇના કાર્યકર્તાઓ રાજ્યપાલ આરિફ મોહમ્મહ ખાન સામે કાળા વાવટા બતાવી ધરણા પ્રદર્શન કરી રહ્યા હતા. એવામાં રાજ્યપાલ આરિફ પોતાની કારમાંથી નીચે ઉતર્યા અને ધરણા કરનારાઓને કહેવા લાગ્યા કે હટ હટ, બાદમાં ધરણા કરી રહેલા વિદ્યાર્થીઓની ધરપકડની માગ સાથે રાજ્યપાલ પણ ત્યાં જ ખુરશી લગાવીને તેના પર બેસી ગયા. આ સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે રાજ્યપાલ આરિફને અપાયેલી સુરક્ષા વધારીને ઝેડ પ્લસ કરી દીધી છે.