વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રિપુરામાં એક રેલીને સંબોધતા કોંગ્રેસ અને ડાબેરી બન્ને પક્ષોને આડેહાથ લીધા હતા. ત્રિપુરામાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ અને ડાબેરી પક્ષોએ ગઠબંધન કર્યું હોવાથી મોદીએ ટોણો માર્યો હતો. તેમણે કહ્યું હતું કે કેરળમાં કોંગ્રેસ અને ડાબેરીઓ આમને સામને કુશ્તી કરે છે પણ ત્રિપુરામાં પોતાના ફાયદા માટે એક સાથે આવ્યા છે. કેટલાક અન્ય પક્ષો પણ વિપક્ષના આ ગઠબંધનને સાથ આપી રહી છે. વડાપ્રધાન મોદીએ ત્રિપુરાના ગોમતી જિલ્લાના રાધાકિશોરપુરમાં એક જંગી ચૂંટણી રેલીને સંબોધી હતી.