રાહુલ ગાંધીને સુરતની અદાલત દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા છે અને બે વર્ષની સજા સંભળાવ્યા બાદ તેમનું લોકસભાનું સભ્યપદ ગુમાવ્યું છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી આને લોકશાહીની હત્યા ગણાવી દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. આ દરમિયાન કોંગ્રેસના પૂર્વ સાંસદે ટ્વિટર પર પોતાનો બાયો બદલ્યો છે અને પોતાને કોંગ્રેસ પાર્ટીના સભ્ય ગણાવતા, તેમણે પોતાને ડિસ ક્વોલિફાઈડ સાંસદ જાહેર કરી દીધા છે