ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે ગઈકાલ શનિવારે બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં આયોજિત કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, ભારતની વિદેશ નીતિ હવે વધુ વૈશ્વિક ચિંતાઓ સાથે જોડાઈને બહુપક્ષીય સ્વરૂપ લઈ રહી છે. આપણી વિદેશ નીતિ હવે વધુ ભૌગોલિક-વ્યૂહાત્મક વાસ્તવિકતાઓ અને વૈશ્વિક પડકારો વચ્ચે ભારતના રાષ્ટ્રીય હિતની રક્ષા કરવાની ક્ષમતા ધરાવે છે. તેમણે કહ્યું કે ભારતને હાલમાં જ G-20નું પ્રમુખપદ મળ્યું છે અને આવનારા સમયમાં બનારસ ખાતે G-20 દેશોના વિદેશ પ્રધાનોની બેઠકનું આયોજન કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે, એક સમય હતો જ્યારે વિશ્વભરના દેશ ભારત અને પાકિસ્તાનને એક સમાન રીતે જોતી હતી. પરંતુ આજે આવું કોઈ દેશ કરતું નથી, ખુદ પાકિસ્તાનીઓ પણ ભારત સાથે બરોબરી નથી કરતા.