ગૃહ મંત્રી અમિત શાહે રવિવારે કહ્યું કે બંધારણના આર્ટિકલ 370 હેઠળ જમ્મુ-કાશ્મીરને મળી રેલા વિશેષ દરજ્જાને હટાવવાથી કાશ્મીર ઘાટીમાં આતંકવાદ ખતમ થશે અને તે વિકાસના માર્ગે અગ્રેસર થશે. ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડૂ પર એક પુસ્તક 'લિસનિંગ, લર્નિંગ એન્ડ લીડિંગ'નું વિમોચનના પ્રસંગે શાહે કહ્યું કે તેમનું દૃઢપણે એવું માનવું હતું કે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારો આર્ટિકલ 370ને હટાવવો જોઈએ કારણ કે તેનાથી દેશને કોઈ ફાયદો નહોતો.
અમિત શાહે જણાવ્યું કે, હું દૃઢ હતો કે આર્ટિકલ 370 હટાવવો જોઈએ. આર્ટિકલ 370 હટાવ્યા બાદ કાશ્મીરમાં આતંકવાદ ખતમ થશે અને તે વિકાસના પથે પર અગ્રેસર થશે. અમિત શાહે વધુમાં જણાવ્યું કે, આજે હું અહીં ગૃહ મંત્રી તરીકે નહીં પરંતુ ભાજપના અધ્યક્ષ તરીકે આવ્યો છું. રાજનીતિના ક્ષેત્રમાં કામ કરનારા એક વિદ્યાર્થી તરીકે સમગ્ર જીવન આદર્શ રીતે કામ કેવી રીતે કરવું જોઈએ તેની પ્રતિમૂર્તિ માત્ર વેંકૈયા નાયડૂજીના જીવનની અનુમોદના કરવા આવ્યો છું.