મહારાષ્ટ્રમાં સત્તામાં ભાગીદાર એવા શિવસેના અને કોંગ્રેસ વચ્ચે ફરી ખટરાગ થયો છે. તાજેતરમાં કોંગ્રેસના મહારાષ્ટ્રના અધ્યક્ષ નાના સાહેબ પટોળેએ કહ્યુ હતુ કે, મેં શિવસેનાનુ અખબાર સામના વાંચવાનુ બંધ કરી દીધુ છે.
જેના પર હવે શિવસેનાએ સામનામાં જ એક લેખ લખીને જવાબ આપ્યો છે. આ લેખમાં કહેવાયુ છે કે, કોંગ્રેસના નેતાઓ સામના વાંચતા હોય કે ના વાંચતા હોય પણ સોનિયા ગાંધી સામના વાંચે છે. કારણકે સોનિયા ગાંધીએ સવાલ પૂછ્યો છે કે આસામ અને કેરાલામાં કેમ કોંગ્રેસ વર્તમાન સરકારોને ચૂંટણીમાં હરાવી શકી નહીં...આ જ સવાલ સામનામાં પણ ઉઠાવવામાં આવ્યો હતો.