મણિપુરમાં હિંસાને લઈને વિપક્ષ સરકાર પર સતત પ્રહારો કરી રહ્યું છે. રાજ્યમાં હિંસાને કારણે અત્યાર સુધીમાં 100થી વધુ લોકોના મોત થયા છે. અનેક મકાનો અને દુકાનો બળીને રાખ થઈ ગઈ છે. હજારો લોકોએ રાજ્ય છોડીને પડોશી રાજ્યમાં આશ્રય લીધો છે. આ વચ્ચે વિપક્ષી ગઠબંધન I.N.D.I.A.ના ઘણા સાંસદો આજે મણિપુર પહોંચી રહ્યા છે. વિપક્ષના આ સાંસદો રાજ્યમાં બે દિવસ રોકાશે અને હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેશે અને ત્યાંની સ્થિતિનો તાગ મેળવશે.