ગુજરાત વિધાનસભામાં સોમવારથી વિપક્ષ કોંગ્રેસ શાસકપક્ષને વિવિધ મુદ્દે ઘેરશે. સૂત્રો પાસથી મળતી માહિતી અનુસાર વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ઘડેલી રણનીતિ અનુસાર કોંગ્રેસના સભ્યો વિધાનસભામાં ગૃહની કામગીરીમાં તબક્કાવાર જવાબ આપનારા મંત્રીઓને ઘેરશે. રાજ્યપાલના સંબોધનની આભાર પ્રસ્તાવની ચર્ચા પૂર્ણ થઈ છે. સોમવારથી વિપક્ષ નર્મદાના પાણી, ખેડૂતોને રાહત, કાયદો અને વ્યવસ્થા સહિતના મુદ્દે સરકારને ઘેરવાનું શરૂ કરી શકે તેમ છે.