દિલ્હી-એનસીઆરમાં ફરી એક વખત પ્રદૂષણ વધવા લાગ્યુ છે. ધીમે ધીમે હવામાં ઝેરનું પ્રમાણ વધતું જઇ રહ્યું છે. સુપ્રીમ કોર્ટે પ્રદૂષણવાળા કાયદા અંગે કેન્દ્ર, પંજાબ અને હરિયાણા સરકારની ફરીથી ટીકા કરી છે અને જણાવ્યું છે કે આ કાયદો કંઇ કામનો નથી.
કોર્ટે જણાવ્યું છે કે પરાળી બાળવાના દંડથી સંબધિત સીએક્યુએમ અધિનિયમની જોગવાઇઓ લાગુ કરવામાં આવી નથી. કોર્ટે પર્યાવરણ કાયદાઓને બેકાર બનાવવા બદલ કેન્દ્રની ટીકા કરી હતી.