કોરોના કારણે છેલ્લા 3 માસથી કોર્ટો બંધ હોવાથી રાજ્યના વકીલોની આર્થિક પરિસ્થિતિ કફોડી બની છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે આર્થિક જરૂરિયાત મંદ વકીલોને 31 ડિસેમ્બર સુધી નોકરી કે ધંધો કરવા માટે છૂટ આપી છે.
બાર કાઉન્સિલની રવિવારે અસાધારણ સભા મળી હતી. જેમાં ચેરમેન સી. કે. પટેલ, અનિલ કેલ્લા, દિપેન દવે, ગુલાબખાન પઠાણ સહિતના સભ્યો હાજર રહ્યા હતા. જેમાં એવો નિર્ણય કરાયો હતો કે, 3 મહિનાથી કોર્ટ બંધ હોવાથી રાજ્યના 75 હજાર વકીલોની વકીલાત બંધ છે.
બાર કાઉન્સિલના રોલ પર નોંધાયેલા કોઈપણ જરૂરિયાત મંદ વકીલોને 31 ડિસેમ્બર 2020 સુધી પોતાની આર્થિક ઉપજ માટે વકીલાતના વ્યવસાયની ગરીમા જળવાય તેવા કોઈપણ નોકરી, ધંધો કે વ્યવસાયમાં બાર કાઉન્સિલની પરવાનગી સિવાય જોડાઈ શકશે. અને તેવા ધારાશાસ્ત્રીઓને એડવોકેટ એક્ટની કલમ-35માંથી મુક્તિ આપવામાં આવે છે.