ગુજરાતના લાખો પરિવારને આજે પોતાના સપનાનું ઘર મળશે. વડાપ્રધાન મોદી આજે 1,31,454 આવાસોનું ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આવાસ લોકાર્પણના કાર્યક્રમમાં ગુજરાતના 115 ગ્રામીણ મતવિસ્તાર અને 67 શહેરી મતવિસ્તાર ક્ષેત્રો જોડાશે.
આવાસ લોકાર્પણના કાર્યક્રમમાં તમામ 182 વિધાનસભા ક્ષેત્રો આ કાર્યક્રમમાં સહભાગી થશે. વડાપ્રધાન મોદી યોજનાના લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી સંવાદ કરશે. પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ ડીસાથી આ કાર્યક્રમમાં જોડાશે.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અંબાજી ખાતે ઉપસ્થિત રહીને આવાસ લોકાર્પણના કાર્યક્રમમાં જોડાશે. અંબાજી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના 200 મકાનોનું લોકાર્પણ કરાશે.આ ઉપરાંત શ્રી શક્તિ સેવા કેન્દ્રમાં મહિલાને રોજગારી આપતા વિવિધ પ્રકલ્પોની શરૂઆત કરાવાશે. જેમાં મધુ માખીના ઉછેર કેન્દ્ર માટે બી બોક્સ ,અગરબત્તી બનાવવાના મશીન, ખાદી ગ્રામઉદ્યોગ માટે ચરખા વગેરેનું વિતરણ કરાશે. જેનાથી 400 જેટલી મહિલાઓને રોજગારી માટેના વિવિધ સાધનો પ્રાપ્ત થશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અંબાજી મંદિરમાં દર્શન પણ કરશે