ફ્રેન્ચ આર્ટિસ્ટોની અમદાવાદના આ વિસ્તારમાં અદ્ભુત કલાકારી, કર્યું પોતાનું કલચર ઉજાગર
1000 વર્ષ જૂની કલાને આ પરિવારે રાખી જીવંત, નવરાત્રીમાં બનાવે છે માતાજીની પછેડી
બાળક અંતર્મુખી છે તો એને આપો નાટ્ય શિક્ષણ, આ સ્કૂલમાં વિનામૂલ્યે થશે એડમિશન
નવરાત્રીના તહેવારો હવે શરૂ થવાની તૈયારી છે ત્યારે ધનરાજ નથવાણીની સંગીતસભર પ્રસ્તુતી ‘પંચવી’ને કારણે વાતાવરણમાં અનેરો આધ્યાત્મિક જોમ ઉમેરાઈ ગયો છે. પદ્મશ્રી હરિહરન, પદ્મશ્રી શંકર મહાદેવન, ઓસમાણ મીર, નિશા ઉપાધ્યાય, ઉમેશ બારોટ, યાશિતા શર્મા, માનસી પારેખ ગોહિલ, જાહ્નવી શ્રીમાંકર, આમિર મીર અને પાર્થિવ ગોહિલ જેવા લબ્ધપ્રતિષ્ઠિત ગાયકો દ્વારા સૂરબધ્ધ કરવામાં આવેલું આલ્બમ ‘પંચવી’ મા અંબાના દૈવી આશિર્વાદને રજૂ કરતો સંગીતમય માસ્ટરપીસ છે. આ રોમાંચિત કરી દેતું આલ્બમ પરંપરાગત સંગીતના સીમાડાને પાર કરીને પરિવર્તનકારી અનુભૂતિ કરાવે છે.
આલ્બમના લોન્ચ પ્રસંગે ધનરાજ નથવાણીએ જણાવ્યું હતું કે, “આગામી નવરાત્રિના તહેવારોની મોસમને ધ્યાને લેતાં પંચવીના વિમોચનનો સમય આનાથી વધારે યોગ્ય ના હોઇ શકે. સુપ્રસિધ્ધ ગાયકોના પ્રદાન સાથે ખૂબ જ કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવેલું આલ્બમ આધ્યાત્મિક શાંતિ શોધી રહેલા લોકો માટે શાંતિમય સ્વર્ગના દરવાજા ખોલી આપે છે. હું દૃઢપણે માનું છું કે આ આલ્બમ સાંભળનારના હૃદયને સ્પર્શી જશે, તેમને મા અંબાના દૈવી આશિર્વાદની નજીક લાવશે અને તેમની આધ્યાત્મિક યાત્રાના માર્ગને પ્રશસ્ત કરશે.”