ગુજરાતમાં ફરી મિથાઈલકાંડ સર્જાયો છે. અમદાવાદ- બોટાદ જિલ્લાના એક ડઝન ગામોમાં લઠ્ઠાકાંડથી મૃત્યુનો આંક ૪૧ને પાર થયો છે અને ૧૦૦ અસરગ્રસ્ત લોકો અમદાવાદ, ભાવનગર અને બોટાદની સરકારી હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યાં છે. નશાખોરી ઉપર અંકુશના દાવા વચ્ચે સરકારને નિષ્ફળતાનું લાંછન લગાવે તેવી સૌથી મોટી માનવસર્જીત જીવલેણ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે. ગાંધીના ગુજરાતમાં દારુબંધી છે એટલે કેમિકલ પીવાથી મૃત્યુ થયાનું ચિત્ર ઉપસાવવામાં આવી રહ્યું છે. સરકાર આ ઘટનાને લઠ્ઠાકાંડ નહીં પણ કેમિકલકાંડ કહી રહી છે. મિથાઈલ આલ્કોહોલ કેમિકલ ચોરીને ગેરકાયદેસર રીતે વેચાયું અને તેમાં પાણી ભેળવીને લોકોને પીવા આપી દેવાયું તેમ જાહેર થયું છે.