લોકસભા ચૂંટણી વચ્ચે અમેઠી એવી બેઠક રહી છે જે મોટાપાયે ચર્ચામાં રહે છે. કેમ કે આ બેઠક અત્યાર સુધી કોંગ્રેસના ગાંધી પરિવારનું ગઢ મનાતી હતી. જોકે તાજેતરમાં અમેઠી ફરી એકવાર ચર્ચામાં છે અને કારણ જુદું છે. માહિતી અનુસાર અહીં કોંગ્રેસના કાર્યાલય પર તોફાની તત્વો દ્વારા મોડી રાતે હુમલો કરાયો હતો.