દેશમાં ચોમાસાની એન્ટ્રી હવે મોડી થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. IMDએ આજે જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં અરબી સમુદ્રના દક્ષિણ કિનારે સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું હોવાથી કેરળના દરિયાકાંઠે વાદળો ઘટી ગયા છે, જેના કારણે આ વર્ષે કેરળમાં ચોમાસુ પહોંચવામાં મોડું થશે. ઉલ્લેખનિય છે કે, મેના છેલ્લા અઠવાડિયે હવામાન વિભાગે કેરળમાં 4 જૂન સુધીમાં ચોમાસું પહોંચવાની સંભાવના વ્યક્ત કરી હતી