દિગ્ગજ ગાયિકા ભારતરત્ન લતા મંગેશકરને સોમવારે વહેલી સવારે 1.30 વાગ્યાના સુમારે શ્વાસ લેવામાં તકલીફ થતાં મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત થતી માહિતી મુજબ લતા મંગેશકરને હોસ્પિટલમાં ઈન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ કરાયાં હતાં અને વેન્ટિલેટર સપોર્ટ પર પણ રખાયાં હતાં. લતાજીને ન્યૂમોનિયા થયાં બાદ લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેલ્યરને કારણે શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. જોકે સમાચાર સંસ્થા ANIએ સોમવારની સાંજે પાંચેક વાગ્યાના સુમારે અપડેટ પાઠવી છે કે લતાજીની તબિયત સુધારા પર છે અને હવે તેમને તેમનાં ઘરે પરત ફરવાની પરવાનગી પણ આપી દેવામાં આવી છે.