આફ્રિકાથી વિશ્વ વન દિવસે જ દુ:ખદ સમાચાર સામે આવ્યા કે ધરતી પર વિહરનાર અંતિમ નર ઉત્તરી સફેદ ગેંડો મૃત્યુ પામ્યો છે. કેન્યા ખાતે સુડાન નામનો આ ગેંડો તેની પ્રજાતિનો અંતિમ નર હતો અને હવે માત્ર તે પ્રજાતિની બે માદા બચી છે. શિકારીઓથી બચાવવા માટે ૨૦૧૫માં તેને વિશેષ સુરક્ષા અપાઈ હતી.