ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચાર ટેસ્ટ મેચોની શ્રેણીની અંતિમ મેચ આજથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર છે. બોર્ડર ગાવસ્કર સીરીઝની આ છેલ્લી ટેસ્ટ મેચ છે. આ મેચમાં બંને દેશોના વડાપ્રધાન ઉપસ્થિત રહેશે. ટીમ ઈન્ડિયા શ્રેણીમાં 2-1થી આગળ છે. જો ભારત આ મેચ જીતશે તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી જશે.