સરકારે ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(GST) સેલ્સ રિટર્ન ભરવાની અંતિમ તરીખમાં ફેરફાર કર્યો છે. કેન્દ્ર સરકારે GSTR-1 રિટર્ન ભરવાની તારીખ એક દિવસ આગળ વધારીને 10થી 11મી કરી છે. જેથી જે લોકોએ 10મી ઓગસ્ટે GSTR-1 રિટર્ન નથી ભર્યા તેઓ હવે 11મીએ ભરી શકશે. આજે શનિવારે GSTR-1 રિટર્ન ભરવાનો અંતિમ દિવસ છે.