સ્વામિનારાયણ મંદિર હરિધામ અને યોગી ડિવાઈન સોસાયટીના સ્થાપક પૂ.હરિપ્રસાદ સ્વામીજી (Hariprasad Swami) સોમવારે રાત્રે 11 વાગ્યે 88 વર્ષની વયે બ્રહ્મલીન થયા છે. જે બાદ હજારો ભાવિકોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. આજે તેમના પાર્થિવ દેહને દર્શનાર્થે (last Darshan of Hariprasad Swami) મૂકવામાં આવ્યો છે. ત્યારે હજારોની સંખ્યામાં તેમના ભક્તો તેમની અંતિમ ઝલક મેળવવા આવી ગયા છે. ભક્તો દાસનાં દાસના અંતિમ દર્શન કરીને ચોંધાર આંસુએ રડી રહ્યાં છે. જેમાં અનેક યુવાનો પણ તેમાં જોડાયા છે. હરિધામ સોખડા (Haridham Sokhda) ખાતે મંદિરની બહાર એક કિલોમીટર સુધીની લાંબી લાઇનો છે. ત્રણ તબક્કામાં હરિભક્તોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.