કોરોનાનું હોટસ્પોટ બનેલા અમદાવાદમાં સર્વેલન્સ અને ટેસ્ટિંગના કારણે કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પોઝિટિવ આવતા કેસોના દર્દીઓ માટે થ્રીલેયર સારવાર માટે 2000 બેડનું અલગ કોવિડ કેર સેન્ટર ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલી સમરસ હોસ્ટેલમાં ઉભું કરવામાં આવ્યું છે. જોકે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે તેના કરતાં ડબલ એટલે કે 4000 બેડની સુવિધાઓ વાળું વધુ એક કોવિડ સેન્ટર પશ્ચિમ વિસ્તારમાં ઉભુ કરવામાં આવશે તેવી જાણકારી મળી છે. આગામી અઠવાડિયામાં આ કોવિડસેન્ટર તૈયાર થઈ જશે.
ઉલ્લેખનીય છે કે, આ સિવાય કોટ વિસ્તારમાં પણ કાલુપુર હજ હાઉસમાં કોવિડ કેર સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે. સાથે જ SVP હોસ્પિટલમાં પણ 500માંથી 1000 બેડ વધારી દેવામાં આવ્યા છે.