Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઝારખંડની સત્તાધારી પાર્ટી ઝારખંડ મુક્તિ મોરચાના પ્રમુખ અને મુખ્યમંત્રી હેમંત સોરેનની ઇડીએ કલાકો સુધી પછપરછ કરીને ધરપકડ કરી લીધી છે. જેને કારણે ઝારખંડ સરકારમાં મોટા ફેરફાર થયા છે. હોમંત સોરેનને ધરપકડ કરીને ઇડી કસ્ટડીમાં લે તે પહેલા તેઓ રાજ્યપાલને મળ્યા હતા અને મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ હતું, જેને પગલે ઝારખંડના મુખ્યમંત્રીનુ પદ હવે ચંપાઇ સોરેનને સોપવામાં આવ્યું છે. ઇડી બુધવારે હેમંત સોરેનની પૂછપરછ માટે તેમના નિવાસ સ્થાને પહોંચી હતી, દિવસભર પૂછપરછ ચાલી હતી જે બાદ રાત્રે સોરેનની ધરપકડ કરી લેવાઇ હતી. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ