જમીન કૌભાંડ મામલે પૂર્વ કલેક્ટર એસ કે લાંગાની ધરપકડ કરવામાં આવ્યા બાદ હવે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે. બિન ખેડૂતોને ખેડૂત બનાવી સરકાર સાથે છેતરપિંડી કરી હોવાના મહેસૂલ વિભાગની તપાસમાં ખુલ્યું છે. આ મામલે મહેસૂલ વિભાગ દ્વારા સ્પેશિયલ ટીમ બનાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી. વર્ષ 2018થી 2019 દરમિયાન સત્તાનો દુરોપયોગ કરીને ખોટા હુકમો કર્યા હોવાનું ધ્યાને આવતા આ મામલે ગાંધીનગરની સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાઈ હતી