જમીનની ફરી મોજણીમાં થયેલા ગોટાળાના કારણે ગામડાઓમાં મહાભારત સર્જાવાની દહેશત છે. જામનગરના એડ્વોકેટ ગિરધરભાઈએ જામનગર જિલ્લાની માહિતી માગતા ચોંકાવનારી વિગતો મળી. પુન મોજણી કરનાર કંપનીના સર્વેયરોએ આડેધડ સર્વે કર્યાનું બહાર આવ્યું છે. જેના પગલે જમીનના શેઢાની તકરારો વધવાની વકી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં રી-સર્વે માટે ખાનગી કંપનીઓને 1800 કરોડનો કોન્ટ્રાક્ટ અપાયેલો.