મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં સરકારી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કે જાહેર ટ્રસ્ટ-ધર્મસ્થાનકો, ખેડૂતો કે ખાનગી વ્યકિતની માલિકીની જમીન પર ગેરકાયદે કબજો જમાવનારા ભૂમાફિયા તત્વો સામે કડકાઇથી પેશ આવવાનો સખ્ત એકટ-ખરડો પસાર કરવાનો નિર્ધાર કર્યો હતો. જે અનુસંધાને આજે મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ આજે પત્રકાર પરિષદ સંબોધી જણાવ્યું હતું કે રાજ્યમાં ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એકટ આજથી અમલમાં આવ્યો છે. આ એક્ટ અંતર્ગત ભૂમાફિયાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ જણાવ્યું હતું કે સરકારે ભૂમાફિયાઓને ડામવા માટે એક સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. જે અંતર્ગત 7 અધિકારીઓની કમિટિ બનાવવામાં આવી છે. આ પ્રકારના કેસની રજૂઆત કલેક્ટરને કરવાની રહેશે. ત્યારબાદ સમિતિ આ કેસ વાજબી છે કે ગેરવાજબી તે અંગેની જરૂરી તપાસ કરી 21 દિવસમાં જો ફરિયાદ વાજબી હોય તો પોલીસને કાર્યવાહી કરવા જણાવશે. પોલીસે આવા કેસમાં 7 દિવસમાં એફઆઈઆર નોંધી જરૂરી કાર્યવાહી કરવાની રહેશે. આ પ્રકારના કેસનું નિરાકરણ લાવવા માટે હવે વર્ષો સુધી રાહ જોવી પડશે નહીં. આ કેસનો નિકાલ 6 મહિનામાં આવી જશે.