પ્રસિદ્ધ બૌદ્ધ મંદિર રિવાલસરના પ્રમુખ લામા 87 વર્ષીય વાંગડોર રિમ્પોછે ઉર્ફે ઓંગદૂએ ગત 18મી સપ્ટેમ્બરના રોજ દેહત્યાગ કરીને સમાધિ લીધી છે. 7 દિવસ વિતવા છતાં લામાના શરીરને અગ્નિદાહ નથી આપવામાં આવ્યો. પથારી પર જે અવસ્થામાં તેમણે દેહ ત્યાગ કર્યો હતો તે જ અવસ્થામાં આજે તેમનું શરીર પડ્યું છે. જણાવી દઈએ કે સાત દિવસ વિતવા છતાં શરીર જેમનું તેમ છે.