નીતિશકુમાર ભાજપમાં જોડાયા તે સાથે જ રાજકીય સમીકરણો રાતોરાત બદલાઈ ગયા છે. તેનો પડઘો હોય કે બીજું કંઈ, બિહાર-ઝારખંડના નેતાઓ પર ઈડી સખ્ત થઈ છે. રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની ઈડીએ પટણા સ્થિત ઓફિસમાં નવ કલાક સુધી પૂછપરછ કરી હતી. રેલવેમાં નોકરીના બદલામાં જમીન મેળવ્યાનું કૌભાંડ કર્યાનો લાલુ પ્રસાદના પરિવાર પર આરોપ છે. તે ઉપરાંત બિહારના મુખ્યમંત્રી હેમંત સોરેનની પૂછપરછ માટેય ઈડી તેમના દિલ્હી સ્થિત નિવાસે પહોંચી હતી. હેમંત સોરેન દિલ્હી પહોંચ્યા તે સાથે જ ઈડી પણ તેમના ઘરે પહોંચી હતી, પરંતુ હેમંત ભેદી રીતે ગાયબ થઈ જતાં ઈડીએ ઝારખંડ ભવનમાં પણ તપાસ કરી હતી. બંને સ્થળેથી ઈડીના અધિકારીઓએ પાછા ફરવું પડયું હતું.