લોક સભા ચૂંટણીના પરિણામો સામે આવતા જ સરકાર બનાવવા માટેની તૈયારીઓ શરુ થઈ ગઈ છે. પટનાથી દિલ્હી સુધી મિટિંગ શરુ થઈ ગઈ છે. આજે સાંજે દિલ્હીમાં યોજાનારી બેઠક પહેલા પટનામાં સીએમ નીતિશ કુમારના ઘરે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એલજેપી રામવિલાસ પાર્ટીના ચિરાગ પાસવાન સહિત જેડીયુના ઘણા નેતાઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન નીતિશ કુમારને પણ ઓફર મળવા લાગી.