આરજેડીના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને જામીન મળી છે. તેઓને બહુચર્ચિત ઘાસચારાના ગોટાળાના કેસમાં જામીન મળી છે. ઝારખંડ હાઇકોર્ટમાં તેમની પીટીશન પર સુનાવણી થઇ હતી. જસ્ટિસ અપરેશ કુમાર સિંહની કોર્ટ સુનાવણી બાદ તેમને જામીન આપ્યા છે. સુનાવણી દરમિયાન સીબીઆઈના જવાબ પર લાલુ પ્રસાદ તરફથી પક્ષ રજૂ કરવામાં આવ્યો. ત્યારબાદ કોર્ટે ચુકાદો સંભળાવ્યો. કોર્ટે તેમને પાંચ લાખ રૂપિયાનો દંડ જમા કરવાનો પણ આદેશ આપ્યો છે. દેવઘર મામલામાં અડધી સજા ભોગવી ચૂક્યા હોવાના આધારે તેમને જામીન મળ્યા છે. કોર્ટના આદેશ મુજબ તેમનો પાસપોર્ટ જપ્ત કરવામાં આવશે.